કમ્પ્યુટર નેટવર્ક શું છે? તેના ઉપયોગો અને પ્રકારો | Computer Network

કમ્પ્યુટર નેટવર્ક શું છે? | Computer Network Meaning


What is Computer Network

ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન જરૂર થતો હશે કે નેટવર્ક અને કમ્પ્યુટર નેટવર્ક બંનેની વ્યાખ્યા સરખીજ છે તો બંને એકજ થયું પરંતુ એવું નથી બંને વચ્ચે અંતર છે. નેટવર્ક એ એક પ્રોસેસ છે જેનો ઉપયોગ એક ડિવાઇસ થી બીજા ડિવાઇસ સુધી માહિતી પોહોચાડવા માટે થાય છે, જયારે કમ્પ્યુટર નેટવર્ક એ ઘણા બધા કોમ્પ્યુટરો વચ્ચેનું જોડાણ છે જેમાં એક કમ્પ્યુટર થી કોઈ બીજા કમ્પ્યુટર સુધી કોઈ મેડિયમ ની મદદથી માહિતીની આપ લે કરવામાં આવે છે. કમ્પ્યુટર નેટવર્ક (Computer Network) વિશે જાણકારી મેળવતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે નેટવર્ક એટલે શું? નેટવર્ક એટલે કે બે કે તેથી વધારે કોમ્પ્યુટરો નો સમૂહ કે જે એક બીજા સાથે કેબલ દ્વારા અથવા વાઇરલેસ કનેકશન થી જોડાયેલા હોય છે અને માહિતી ની આપ - લે કરે છે. નેટવર્ક કોઈ પણ ડિવાઇસ સાથે જોડાયેલું હોય છે જેમકે મોબાઇલ, કમ્પ્યુટર કે અન્ય કોઈ ઉપકરણ.


Computer Network Meaning

કમ્પ્યુટર નેટવર્ક એટલે બે કે તેથી વધારે કોમ્પ્યુટરનો સમૂહ કે જે એકબીજા સાથે કેબલથી અથવા વગર કેબલે એટલે કે વાયરલેસ કનેકશનથી જોડાયેલા હોય છે. આ નેટવર્કનો ઉપયોગ એક કોમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી માહિતીની આપ - લે કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી પહેલું નેટવર્ક ARPANET દ્વારા બનાવવામાં આવ્યું હતું જેના વિષે આપણે આપણા ઈન્ટરનેટ વિશેના આર્ટિકલમાં જાણ્યું. તમે ઈન્ટરનેટ વિશે જાણવા માંગતા હોવ કે તે કોને બનાવ્યું ક્યારે બનાવવું તો તમે એ આર્ટિકલ ને વાંચી શકો છો, જ્યાં અમે ઘણી બધી ઇન્ફોરમેશન શેર કરી છે. હવે આપણે થોડા નેટવર્ક ઉપકરણો ના ઉદાહરણ ના નામ જાણીશું.


કમ્પ્યુટર નેટવર્ક ના ઉપયોગો | Uses of computer network

  • વાયરલેસ કમ્પ્યુટર નેટવર્કની મદદથી આપણે માહિતીની આપ - લે કરવા માટે ઇમેઇલ, વિડિઓ કોન્ફેરેન્સ, મેસેજિંગ વગેરે સુવિધાઓનો લાભો લઇ શકીએ છીએ.
  • ફાઇલ્સ ને શેર કરવી એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી.
  • કમ્પ્યુટર ને પ્રિન્ટર, સ્કેનર, વગેરે જેવા ઉપકરણ સાથે જોડવા.
  • કોઈ પણ એક કમ્પ્યુટર થી દૂર રહેલા બીજા કમ્પ્યુટર સુધી સોફ્ટવેર, ફાઇલ્સ, અને અન્ય માહિતી ને મોકલવી.
  • Computer Network ના વપરાશકર્તાઓને આસાનીથી માહિતી મેળવવા અને તેમના ડેટા ને જાણવવા ની પરવાનગી આપે છે.


હવે આપણે કમ્પ્યુટર નેટવર્ક માં ઉપયોગમાં લેવામાં આવતા 5 ઉપકરણો ના નામ જાણીશું

  1. હબ
  2. સ્વિચ
  3. રાઉટર
  4. બ્રિજ
  5. મોડેમ


ઉપરના તમામ ઉપકરણો નો ઉપયોગ બે કે તેથી વધારે કોમ્પ્યુટર વચ્ચે નેટવર્ક પ્રસ્થાપિત કરવા માટે થાય છે. કોમ્પ્યુટરો વચ્ચે નેટવર્ક ને સ્થાપિત કરવા માટે આવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે માહિતી ની આપ - લે કરવામાં આવે છે. હવે આપણે આ બધા ઉપકરણો વિશે વધારે જાણકારી પછીના આર્ટિકલ માં મેળવીશું હાલ આપણે હવે કમ્પ્યુટર નેટવર્ક ના પ્રકારો વિશે માહિતી મેળવીશું.


કમ્પ્યુટર નેટવર્ક ના પ્રકારો | Types of Computer Network

કમ્પ્યુટર નેટવર્ક્સ મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે. ઘણી જગ્યાએ તમને એક - બે વધારે પ્રકાર પણ જોવા મળશે પરંતુ મુખ્યત્વે નીચે આપેલા પાંચ પ્રકારોજ હોય છે.


Types of Computer Network

  • PAN - પર્સનલ એરિયા નેટવર્ક
  • LAN - લોકલ એરિયા નેટવર્ક
  • CAN - કેમ્પસ એરિયા નેટવર્ક
  • MAN - મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક
  • WAN - વાઇડ એરિયા નેટવર્ક


1) PAN

  • પર્સનલ એરિયા નેટવર્ક એક સૌથી નાનું નેટવર્ક પ્રકાર છે.
  • આ પ્રકારના નેટવર્કમાં ઉપકરણ ને જોડવા માટે બ્લૂટૂથ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • એક વ્યક્તિ થી ઉપકરણ સુધી માહિતીના સંચાર માટે 1 થી 100 મીટર ની નેટવર્ક રંજ પ્રદાન કરે છે.
  • આ કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કોઈપણ વ્યક્તિના પર્સનલ ડિવાઇસને કનેક્ટ કરવા માટે થાય છે જેમકે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, કમ્પ્યુટર, પ્રિન્ટર, વગેરે ઉપકરણો.
  • પર્સનલ એરિયા નેટવર્ક ના સ્થાપક થોમસ ઝિમરમેન (Thomas Zimmerma) ને માનવામાં આવે છે જેમને સૌપ્રથમ MITની મીડિયા લેબ ના અન્ય સંશોધકો સાથે માણીને PAN નો ખ્યાલ વિકસાવ્યો હતો.


PAN (Personal Area Network) ના પ્રકારો

પાન ના મુખ્યત્વે બે પ્રકાર છે:


1) વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક

વાયરલેસ નેટવર્ક નું શોર્ટ ફોર્મ WPAN થાય છે અને આ નેટવર્ક વાયરલેસ ટેકનોલોજી ની મદદથી બનાવવામાં આવે છે જેમકે બ્લોટૂથ અને વાઇફાઇ. આ એક નાની રેંજ વાળું નેટવર્ક હોય છે અને આ નેટવર્ક માં TV રિમોટ, વાયરલેસ પ્રિન્ટર, વાયરલેસ કીબોર્ડ, વગેરે જેવા ઉપકારનો હોય છે.


2) વાયર્ડ પર્સનલ એરિયા નેટવર્ક

આ નેટવર્કમાં ઉપકરણોને જોડવા માટે અને આ નેટવર્કનું નિર્માણ કરવા માટે USB કેબલ નો ઉપયોગ કરવામાં આવે છે.


PAN ના ફાયદા

  • આ નેટવર્ક પ્રમાણમાં નાનું હોવાથી આને સેટઅપ કરવું ખૂબ સરળ છે અને એના માટે ખર્ચ ખુબ ઓછો થાય છે.
  • આ પ્રકારના નેટવર્કમાં ડેટા સિક્યોર રહે છે.
  • તે સરળ અને પોર્ટેબલ છે.
  • આ નેટવર્ક ના ઉપયોગ માટે વધારે પડતી ટેકનિકલ સ્કીલ હોવી જરૂરી નથી અને આને વારંવાર મેઇન્ટેનન્સ કરવાની પણ જરુરીઆત નથી હોતી.


PAN ના ગેરફાયદા

  • PAN નેટવર્કની રેન્જ ખૂબ ઓછી હોય છે.
  • આ નેટવર્કમાં ડેટા ને ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ ઓછી હોય છે.
  • એની રેન્જ 1 થી 100 મીટર સુધીની જ હોવાથી જેથી લાંબી દુરી સુધી આપણે માહિતી ને શેર નથી કરી સકતા.


2) LAN - લોકલ એરિયા નેટવર્ક

  • LAN એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું નેટવર્ક છે.
  • આ નેટવર્ક નો ઉપયોગ મોટા ભાગે લોકલ એરિયા માં થાય છે જેમકે સ્કુલ, ઓફિસ, કૉલેજ, વગેરે.
  • આ કોઈ પણ સ્કૂલ, કોલેજ, કે ઓફિસ માં રહેલા બધા કમ્પ્યુટર ને જોડવા નું કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક બિલ્ડીંગ સુધી સીમિત નેટવર્ક છે.
  • આ નેટવર્કની રેન્જ પ્રમાણમાં નાની હોય છે તે 100 મીટર થી લઇ 1 કિલોમીટર સુધીની હોય છે.
  • આ પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટર ને કનેક્ટ કરવા માટે TCP/IP (ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ / ઈન્ટરનેટ પ્રોટોકોલ) Protocol નો ઉપયોગ કરવામાં આવે છે.
  • LAN નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ ખુબ વધુ મળે છે કારણકે આ નેટવર્કમાં કમ્પ્યુટર ની સંખ્યા ખુબ ઓછી હોય છે.
  • લોકલ એરિયા નેટવર્કમાં ઉપકરણોને એકબીજા સાથે જોડવા માટે વાઇફાઇ (WIFI) અને ઈથરનેટ (Ethernet) નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટર ને વાયર અને વાયરલેસ બંને રીતે કનેક્ટ કરી શકીએ છીએ. આ કમ્પ્યુટર નેટવર્ક માં કમ્પ્યુટર ને જોડવા માટે ટ્વિસ્ટેડ પૈર કેબલ (Twisted-Pair Cable) અને કોએકશિયલ કેબલ (Coaxial Cable) નો ઉપયોગ કરવામાં આવે છે.


LAN ના ફાયદા

  • આ નેટવર્ક ને પ્રસ્થાપિત કરવું અને મેન્ટેન કરવું સરળ હોય છે.
  • લેન નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ ઘણી ઊંચી (લગભગ 100 Mbps સુધીની) મલે છે.
  • આ ઘણા બધા ટ્રાન્સમિશન માધ્યમોનો સપોર્ટ કરે છે જેમ કે ઈથરનેટ કૅબલ (થીન કૅબલ, થિક કેબલ, અને ટ્વિસ્ટેડ-પૈર કેબલ), ફાઈબર અને વાયરલેસ ટ્રાન્સમિશન.


LAN ના ગેરફાયદા

  • લોકલ એરિયા નેટવર્ક આમ તો સસ્તું હોય છે પરંતુ તેને ઇન્સ્ટોલ કરવા માટે પ્રારંભિક સેટઅપ નો ખર્ચ વધારે હોય છે કેમકે આ નેટવર્ક માં સર્વર નો ઉપયોગ થતો હોય છે અને તેને બનાવવા માટે ખાસ સોફ્ટવેરની જરૂર હોય છે.
  • આમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો મોંઘા હોય છે જેમ કે ઈથરનેટ કેબલ, સ્વીચો, હબ, રાઉટર, કેબલ જેવા કોમ્યુનિકેશનના સાધનો.
  • લેન સર્વરના એડમિનિસ્ટ્રેટર વ્યક્તિગત ડેટા ફાઇલો તેમજ દરેક લેન યુઝરની ઈન્ટરનેટ ઈતિહાસ જોઈ અને ચકાસી શકે છે. તેથી વપરાશકર્તાની ગોપનીયતા રહેતી નથી.


3) CAN - કેમ્પસ એરિયા નેટવર્ક

  • CAN એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક આ નેટવર્ક નો ઉપયોગ મોટાભાગે સ્કૂલ, કોલેજમાં થતો હોય છે.
  • આ નેટવર્ક ને કોર્પોરેટ એરિયા નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નેટવર્ક લોકલ એરિયા નેટવર્ક (LAN) કરતા મોટું અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક (MAN) કરતા નાનું હોય છે.
  • આ નેટવર્ક ઈથરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને 1 કિલોમીટર થી 10કિલોમીટર ની રેન્જ કવર કરે છે.
  • આ એક કેન્દ્રીયકૃત નેટવર્ક છે.


CAN ના ફાયદા

  • CAN ની અંદર કોમ્યુનિકેશન લોકલ એરિયા નેટવર્ક (LAN) પર થાય છે તેથી સિસ્ટમો વચ્ચે ડેટા ટ્રાન્સફર રેટ ઇન્ટરનેટ કરતાં થોડો ઝડપી છે.
  • કેન ના લીધે આપણે કોઈપણ વિભાગનો ડેટા અથવા માહિતી આપને આસાનીથી મળી રહે છે.
  • વાયરલેસ નેટવર્ક ની મદદથી આપણે કેમ્પસ ની એક બિલ્ડીંગ થી બીજી બિલ્ડીંગ ના કમ્પ્યુટરને કનેક્ટ કરી શકીએ છી અને માહિતી મેળવી શકીએ છીએ.
  • કેમ્પસ એરિયા નેટવર્ક માં ફાયરવોલ અને પ્રોક્સી સર્વર હોય છે જેનો ઉપયોગ ડેટા ની સેક્યુરીટી માટે કરવામાં આવે છે.


CAN ના ગેરફાયદા

  • CAN ને પ્રમાણમાં નાના વિસ્તારને આવરી લેવા માટે બનાવેલ છે. તેથી તે મોટી વિશાલ અને વ્યાપક રીતે ફેલાયેલ સ્થાનો વળી સંસ્થાઓ માટે યોગ્ય નથી.
  • કેન એ કેન્દ્રીયકૃત નેટવર્ક છે. એટલે કે તે સામાન્ય રીતે તે સ્વીચો અને એક્સેસ પોઈન્ટથી બનેલું હોય છે જે ઉપકરણોને એકસાથે જોડે છે, જેથી તે એક બીજા સાથે માહિતી નું આદાન - પ્રદાન કરતા હોય છે. જયારે આમ કોઈપણ જગ્યાએ ખામી ઉત્પન્ન થાય છે ત્યારે આખા નેટવર્ક ને હાનિ પહુંચે છે.


4) MAN - મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક

મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક લોકલ એરિયા નેટવર્ક કરતા મોટું અને વાઈડ એરિયા નેટવર્ક કરતા નાનું હોય છે. આ નેટવર્ક એક આખા શહેર ના કમ્પ્યુટર ને જોડતું નેટવર્ક છે. સામાન્ય રીતે આ નેટવર્ક ઘણા બધા LAN નેટવર્ક થી બનેલું કહી શકાય જે બેકબોન કનેક્શન થી જોડાયેલું હોય છે. આની રેન્જ 5 થી લઈને 50 કિલોમીટર સુધી હોય છે જે એક આખા મેટ્રોપોલિટન ક્ષેત્ર કે શહેર ને એકબીજા સાથે જોડી શકે છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો આ એક શહેર પૂરતું સીમિત નેટવર્ક છે જે એક કરતા વધારે લોકલ એરિયા નેટવર્ક ને એકબીજા સાથે જોડે છે.

આ નેટવર્ક ઉપકરણોને જોડવા માટે વાયર, અને મોડેમ જેવા સાધનોનો ઉપયોગ કરે છે. સાથે આમ ઓપ્ટિકલ ફાઈબર નો ઉપયોગ કરવામાં આવે છે જેથી યુઝર ને વધારે સારી કોનેકટીવીટી પ્રદાન કરે છે.


5) WAN - વાઇડ એરિયા નેટવર્ક

વાઈડ એરિયા નેટવર્ક આગળના બધા કમ્પ્યુટર નેટવર્ક ના પ્રકારોમાં સૌથી મોટું Computer Network નું પ્રકાર છે. આ એક શહેર થી લઈને આખી દુનિયા સુધી ફેલાયેલું નેટવર્ક છે. આની રેન્જ 50 કિલોમીટર કરતા પણ વધારે હોય છે. WAN નું સૌથી સામાન્ય ઉદાહરણ ઇન્ટરનેટ છે. આ વૈસ્વિક સ્તરે ફેલાયેલું નેટવર્ક છે જેનો ઉપયોગ વાયર અથવા વાયરલેસ રીતે કરી શકાય છે. આ નેટવર્ક એક શહેર થી બીજા શહેર અને એક દેશ થી બીજા દેશ સુધીની કોનેકટીવીટી ની સુવિધા આપે છે. WAN ને ટેલિફોન લાઇન, ફાઇબર ઓપ્ટિક, અને સેટેલાઇટ લિંકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને આ નેટવર્ક એક ઉપકરણને બીજા ઉપકરણ સાથે જોડવા માટે TCP/IP પ્રોટોકોલ નો ઉપયોગ કરે છે. સૌથી મોટું નેટવર્ક હોવાથી આમ ખર્ચ પણ વધારે થતો હોય છે.


નિષ્કર્ષ

આજના આર્ટિકલમાં આપણે સૌથી પહેલા કમ્પ્યુટર નેટવર્કનો અર્થ જાણ્યો અને સાથે જ એ પણ જાણકારી મેળવી કે નેટવર્ક (Network) અને કમ્પ્યુટર નેટવર્ક (Computer Network) બન્ને વચ્ચે શું તફાવત હોય છે. ત્યાર બાદ આપણે તેના ઉપયોગ વિષે પણ થોડી જાણકારી મેળવી જેમ કે વાયરલેસ નેટવર્કની મદદથી આપણે માહિતીનો સંચાર આશાનીથી કરી શકીએ છીએ, એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી ફાઇલ્સ સહેલાઇથી મોકલી શકીએ છીએ, કોમ્પ્યુટરને પ્રિન્ટર, સ્કેનર અને બીજા અન્ય ઉપકરણો એકબીજા સાથે જોડવા, વગેરે.


આપણે Computer Network માં ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો ના નામ પણ જોયા અને ત્યાર બાદ આપણે કમ્પ્યુટર નેટવર્ક ના પ્રકારો વિષે જાણકારી મેળવી. આજના આ આર્ટિકલમાં ખુબ જ સારી રીતે જાણકારી આપવામાં આવી હતી જે તમને પસંદ આવી હશે અને તમને કૈક નવું શીખવા મળ્યું હશે. અમને આશા છે તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચવા માટે આભાર.

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું