IoT હેકિંગ એટલે શું? અને તેના કેટલા પ્રકાર હોય છે? | IoT Hacking

What is IoT Hacking?


IoT Hacking

આઇઓટી (IOT) એટલે શું ?

આઇઓટી નું પૂરું નામ "ઇન્ટરનેટ ઓફ થિંગ્સ" થાય છે, જેનો અર્થ એક બીજા સાથે જોડાયેલા ઉપકરણોના નેટવર્ક સાથે ઉપકરણો કે કલોઉડ વચ્ચે માહિતીના સંચારની સુવિધા એવો થાય છે. IOT ની મદદથી કોઈપણ ઉપકરણને ઈન્ટરનેટના માધ્યમથી આપણે ઍક્સેસ કે કંટ્રોલ કરી શકીએ છીએ. આનો ઉપયોગ સેન્સર, સોફ્ટવેર અને ટેક્નોલોજી દ્વારા એક ઉપકરણથી બીજા ઉપકરણ સુધી માહિતીની આપ - લે કરવા માટે થાય છે.


ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માં "થિંગ્સ" એટલે કે ઈન્ટરનેટ સાથે જોડાયેલ તમામ ઉપકરણ જેનો આપણે આપણા જીવનમાં દરરોજ ની માટે ઉપયોગ કરીએ છીએ જેમકે મોબાઈલ, સ્માર્ટવોચ, ફેન, ટીવી, અન્ય બીજા ઘણા ઉપકરણો.


ભવિષ્યમાં IOT નો ઉપયોગ હાઈ ટેક ઘરોમાં કરવામાં આવશે જ્યાં બધા ઉપકરણો ઑટોમૅટિક વર્ક કરતા હશે અને એક બીજા સાથે ઈન્ટરેક્ટ કરતા હશે. દાખલા તરીકે એક સ્માર્ટ ઘરમાં જયારે તમે ટીવી જોતા હોવ છો અને અચાનક તમે કૈક કામ થી ઘરની બહાર ચાલ્યા જાવ છો અને તે પણ ટીવી અને ઘરના દરવાજાને બંદ કર્યા વગર ત્યારે તે સ્માર્ટ ઘર આને સેન્સ કરીને પોતાના આર્ટિફિશ્યલ કમ્બાઇન બ્રેન ની મદદથી તે ડોર અને ટીવીને બંદ કરી દે છે. આનો ઉપયોગ દવાખાના અને કંપનીઓ માં ઝડપી કામ અને ઓછા ખર્ચ માં સારા કામ માટે કરવામાં આવે છે.


આઇઓટી હેકિંગ એટલે શું? (What is IoT Hacking?)

IOT હેકિંગ એ ઈન્ટરનેટ ઓફ થિંગ ની સિસ્ટમ પર કરવામાં આવતો હુમલો છે, આ સિસ્ટમમાં સ્માર્ટ ઘરના ઉપકરણો, સુરક્ષા કેમેરા, વગેરેને હૅકર્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા સામાન્ય લક્ષ્યો છે. આ ઉપકરણોને હેક કરીને હૅકર સેન્સિટિવ જાણકારી સુધી પોહોંચી શકે છે તથા આ બધા ઉપકરણોને દૂરથી તે ઍક્સેસ કરી શકે છે.


આઇઓટી હુમલાના પ્રકારો | Types of IoT Attacks

  • ડિવાઇસ સ્પૂફિંગ (Device spoofing)
  • મેન-ઇન-ધ-મિડલ હુમલા (Man-in-the-middle (MitM) attacks)
  • ડિસ્ટ્રિબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ હુમલા (Distributed denial of service (DDoS) attacks)
  • માલવેર હુમલા (Malware attacks)
  • પાસવર્ડ ક્રેકિંગ (Password cracking)


IoT ઉપકરણોને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો

મજબૂત પાસવર્ડ્સ લાગુ કરો

મજબૂત પાસવર્ડ સેટ કરવાથી IoT ઉપકરણો ની સુરક્ષામાં વધારો થાય છે. મજબૂત પાસવર્ડમાં અલ્ફાનુમેરીક, સિમ્બોલ્સ, વગેરેનો ઉપયોગ કરવો અને બને તેટલો વધારે લંબાઈનો પાસવર્ડ બનાવવો. આ સ્ટેપ બ્રુટ ફોર્સ હુમલામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ છે.


સોફ્ટવેર અપડેટ રાખો

તમારે તમારા IoT ઉપકરણો અને સમયસર અપડેટ કરતા રહેવું જોઈએ જેથી કરીને કોઈ તેમાં રહેલ નબળાઈનો ફાયદો ના ઉઠાવી શકે. આમ કરવાથી ઉપકરણમાં રહેલી ખામીઓ અપડેટની સાથે દૂર થઇ જતી હોય છે અને કોઈ પણ હેકર તેને હેક નથી કરી શકતા.


તમારા નેટવર્કને સુરક્ષિત કરો અને ઉપકરણ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરો

ખાસ કરીને તમારે તમારા ઉપકરણો માટેના નેટવર્ક ને સુરક્ષિત કરવા, સુરક્ષાના વધારે પડતા સ્તરો નો ઉપયોગ કરવો. વાઇફાઇ માટે WPA3 એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવો. આની સાથે - સાથે ઉપકરણની પ્રવૃતિઓનું નિરીક્ષણ કરવું અને તેની માટે ટૂલનો ઉપયોગ કરવો જેમકે સેક્યુરીટી ઇન્ફોરમેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ (SEIM) કે જે રીયલ ટાઈમ એનાલિસિસ કરે છે અને ચેતવણી આપે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું