What is Spyware and how to prevent from it? | સ્પાયવેર શું છે?

સ્પાયવેર એટલે શું? (What is Spyware?)


Spyware

સ્પાયવેર (Spyware) એ એક પ્રકારનું માલવેર અથવા દૂષિત સોફ્ટવેર હોય છે જેનો ઉદેશ્ય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા નો ડેટા ચોરી કરીને કોઈ પણ થર્ડ પાર્ટી ને અમુક રકમે વેચવાનો હોય છે. આ એક એવું સોફ્ટવેર છે જે કોઈપણ વ્યક્તિ ની પરવાનગી વિના તેના સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જતું હોય છે. આ ઈન્ટરનેટ વાપરતા તમામ યુઝરો માટેનો સામાન્ય ખતરો છે જે એક વાર ઇન્સ્ટાલ થઇ ગયા પછી તે ઈન્ટરનેટ પરની ગતિવિધિ ઉપર નજર રાખે છે, લોગીન ક્રેડેન્સીઅલ ને ટ્રેક કરે છે અને સંવેદનશીલ જાણકારીની જાસૂસી પણ કરે છે. આનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ ના લોકેશનને ટ્રક કરવા માટે પણ કરવામાં આવે છે.



સ્પાયવેર કેવી રીતે શોધવું ? (How to Find Spyware)

સ્પાયવેર નો પ્રાથમિક ધ્યેય સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ નંબર, બેન્કિંગ ની જાણકારી, અને પાસવર્ડ ને પ્રાપ્ત કરવાનો હોય છે. સ્પાયવેર ને શોધવું ખુબ મુશ્કેલ છે કેમકે તે તમારા કોમ્પ્યુટરમાં ગુપ્ત રીતે પ્રવેશ કરતુ હોય છે અને તમારી ગતિવિધિ ઉપર નજર રાખે છે. સ્પાયવેર સંક્રમણના અમુક લક્ષણો હોય છે જે નીચે આપેલા છે.


1) ઉપકરણ ધીમું ચાલવું

સૌથી પહેલું લક્ષણ એ છે કે તમારું ઉપકરણ ધીમું ચાલવા લાગશે કેમ કે ઘણા સ્પાયવેર એવા હોય છે જેમને રન થવા માટે વધારે સંસાધનની જરૂર પડતી હોય છે જેથી કરીને બીજું બધું ધીમું પડી જતું હોય છે. આનાથી તમે જોઈ સક્સો કે કોઈપણ પ્રોગ્રામ કે એપ્લિકેશન ને ખૂલવામાં વાર લાગશે.


2) ઓનલાઇન હોવ ત્યારે વધારે પડતા પોપ - અપ દેખાવા

જો આવું થતું હોય તો તેની પાછળનું કારણ તમારા ઉપકરણ પર રહેલા સ્પાયવેર હોય શકે છે જે તમારા બ્રાઉઝર ના પૉપ - અપ બ્લોકર્સ ને નિષ્ફળ કરી નાખે છે.


3) બેટરી અને ડેટા જલ્દી ખતમ થઈ જવા

સ્પાયવેર છુપી રીતે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે જેના કારણે મોબાઈલની બેટરી જલ્દી ખતમ થઇ જાય છે ને ઈન્ટરનેટ ડેટા પણ ખુબ વધારે વપરાય જાય છે.


4) વધારે પડતું ઉપકરણનું ગરમ થવું

સ્પાયવેર ને કારણે ઉપકરણ સામાન્ય કરતા વધારે ગરમ થઈ જતું હોય છે. આ પણ એક માલવેર નું કારણ હોય શકે છે.


5) વિચિત્ર ટેક્સ્ટ સંદેશાઓ અને ઇમેઇલ્સ

તમને અજીબોગરીબ સંદેશા અથવા ઇમેઇલ મળે જે બિલકુલ નકામા હોય તો તે મેન્યુઅલી સ્પાવેર ઇન્સટોલ કરવા પ્રેરિત કરતા સંદેશ હોય શકે છે. ઘણી વખત આપણે ઇમેઇલ માં આપણે અજાણ્યા મેલ આવતા હોય છે જેમાં લિંક આપેલી હોય છે જેને ક્લિક કરવાથી આપણા ઉપકરણમાં સ્પાવેર આવી શકે છે.



સ્પાયવેર કઈ રીતે દૂર કરવું? (How to Remove Spyware)

આમ તો ઘણા બધા એવા સ્પાયવેર હોય છે જેને દૂર કરવા ખુબ મુશ્કેલ હોય છે, પરંતુ તેમ છતાં જો તમને ઉપકરણ દૂષિત સોફ્ટવેર થી ઇન્ફેકટેડ જણાય તો આ રીતે હટાવી શકો છો.


1) સ્પાયવેરને દૂર કરવા માટે સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરો

આનો અર્થ એ થાય છે કે તમારા ઉપકરણમાં એન્ટીવાયરસ અથવા એન્ટી સ્પાયવેર ટૂલ નો ઉપયોગ કરવો જોઈએ. આ એવા સોફ્ટવેર હોય છે જેને સ્પાયવેર જેવા દુષિત પ્રોગ્રામને દૂર કરવા માટે બનાવવામાં આવે છે.


2) તમારા સિસ્ટમ ને અને એપ્લિકેશનને અપડેટ રાખો

તમારા ઓપરેટિંગ સિસ્ટમ અને તેમાં રહેલા બધા એપ્સ ને અપડેટ રાખવાથી સ્પાયવેર તમારી સિસ્ટમમાં ઘુસવામાં નિષ્ફળ થઈ જાય છે કેમકે જુના સિસ્ટમમાં રહેલ ખામીઓ દૂર થઈ ગઈ હોય છે.


3) મેન્યુઅલી સ્પાયવેર દૂર કરો

Spyware ને દૂર કરવા માટે તમે તમારા ઉપકરણને સેફ મોડ માં રીબુટ કરો અને બધા શંકાસ્પદ એપ્સ ને દૂર કરો અને એડમિનિસ્ટ્રેટોર ની પોઝિશન ચેક કરો.


4) ફેક્ટરી રીસેટ

જો ઉપરના તમામ સ્ટેપ ફોલો કરવા છતાં તમને લાગે કે ઉપરોક્ત કોઈ પણ ઓપ્શન કામ નથી કરતુ તો આખરે તમે ફેક્ટરી રીસેટ કરી શકો છો. ફેક્ટરી રીસેટ તમારા ડિવાઇસ ઉપર રહેલ સોફ્ટવેર, ફાઈલ, ફોટો, વગેરે તમામ વસ્તુઓ ઉડાવી દેશે સ્પાયવેર ને પણ. આ કરતા પહેલા તમારા ઉપકરણમાં રહેલા તમારા કામના ડેટા નું બેકઅપ લઇ લેવું જરૂરી હોય છે નહીતો તમારો બધો કામનો ડેટા ઉડી જશે.



સ્પાયવેર ના પ્રકાર (Types of Spyware)

હવે આપણે જાણીશું કે સ્પાયવેર સામાન્ય રીતે કેટલા પ્રકારના હોય છે.

  1. પેગાસસ
  2. એડવેર
  3. ટ્રોજન
  4. મોબાઇલ સ્પાયવેર
  5. વર્મ્સ
  6. કીબોર્ડ લોગર

1) પેગાસસ

પેગાસસ એ એક પ્રકારનું માલવેર અથવા દૂષિત સોફ્ટવેર છે જેને ઇઝરાયલી સાયબર આર્મ્સ કંપની NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ iOS અને એન્ડ્રોઇડ મોબાઇલ ને હેક કરીને ઘણી પ્રકારની માહિતી ચોરી કરી શકતા હોય છે જેમકે ટેક્સ્ટ મેસેજીસ, ઇમેઇલ્સ, કી લોગ્સ, ઓડિયો અને ઘણી બીજી એપ્લિકેશન નો ડેટા જેમકે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વગેરે.


2) એડવેર

એડવેર ટેક્નિકલ રીતે જોઈએ તો સ્પાઈવેર નથી, પરંતુ તે સ્પાઈવેર માટે તમારા કોમ્પ્યુટર પર આવવાનો રસ્તો ખોલી શકે છે. એડવેર એ એક સોફ્ટવેર છે જેને જાહેરાત સપોર્ટેડ સોફ્ટવેર (Advertising Supported Software) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમને નકામા વગર કારણના વધારે પડતા પૉપ - અપ જાહેરાતો બતાવ્યા કરે છે. આ એક માલવેર છે જે તમારા ઉપકરણમાં છિપાયેલું હોય છે અને કેટલાક એડવેર તમારા વર્તનને ઓનલાઈન મોનિટર કરી શકે છે જેથી તે તમને લક્ષ્ય બનાવી શકે.


3) ટ્રોજન

ટ્રોજન અથવા તો ટ્રોજન હોર્સ આ એક પ્રકારના માલવેર પ્રોગ્રામ હોય છે જે પોતાને એક કાયદેસરની ફાઈલ તરીકે છુપાવે છે. ટ્રોઝન તમારી સિસ્ટમમાં રહેલ ફાઈલો ને ઉડાવી શકે છે તથા અન્ય પ્રોગ્રામ ને નુકશાન પહોચાડી શકે છે અને આ ટ્રોજન તમારી જાસૂસી પણ કરી શકે છે.


4) મોબાઇલ સ્પાયવેર

મોબાઈલ Spyware ખુબ ખતરનાક સ્પાયવેર નો પ્રકાર છે જેને ઘણી વખત સ્ટોકેરવેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આને શોર્ટ મેસેજ સર્વિસ કે મલ્ટિમિડીયા મેસેજિંગ સર્વિસ ટેક્સ્ટ મેસેજ ના માધ્યમથી સ્થળાંતરિત કરી શકાય છે. આ તમારા ઉપકરણ પરની બધી વસ્તુને ઍક્સેસ કરી શકે છે ને તમારી બધી પ્રકારની જાણકારી ની જાસૂસી કરે છે તથા તેને રેકોર્ડ પણ કરે છે જેમકે તે તમારું લોકેશન, તમારા દ્વારા કરવામાં આવતી બધી કોલ્સ, તમારા સંપર્ક, ફોટોસ, અને તમારા કેમેરા, વગેરે જેવી માહિતીની જાસૂસી કરે છે.


5) વર્મ્સ

વોર્મ્સ એ માલવેરનો એક પ્રકાર છે જે નેટવર્ક ઉપરના ઉપકરણોમાં ખુબજ ઝડપથી ફેલાય જાય છે અને ખુબ ઝડપે પોતાની નકલ પણ કરી શકે છે. આ જેમ ફેલાય છે તેમ તે નેટવર્ક બેન્ડવિથ ને કૉંસ્યુમ કરી લે છે ને ઇન્ફેકટેડ સિસ્ટમને ઓવરલોડ કરી દેછે જેથી તે સિસ્ટમ અનુપલબ્ધ થય જાય છે. વોર્મ્સ સિસ્ટમની ફાઇલ્સ ને ડિલેટ કરી શકે છે ને નવા માલવેર ને પણ સ્થાપિત કરી શકે છે.


6) કીબોર્ડ લોગર

આ એવો પ્રોગ્રામ હોય છે જે તમારા કીબોર્ડ અથવા તમારા મોબાઈલના કીબોર્ડ પરથી આવતા ઇનપુટ ને જોઈ છે ને તેને રેકોર્ડ પણ કરે છે જેથી કરીને તમારા લોગીન ક્રેડેન્સીઅલ, બ્રોવસિંગ હિસ્ટોરી અને સંદેશાઓ ને ચોરી કરી શકે.



ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું